Swadhyay Parivar-We Love Pandurang Shastri Athavale

Swadhyay Parivar-We Love Pandurang Shastri Athavale Swadhyay means the study of self for a spiritual quest. The roof under which this work is done calle

''We love Pandurang Shastri Athavale'' blog about Revered Dadaji - Pandurang Shastri Athavale, Swadhyay Parivar bhavgeet,swadhyay Parivar books,swadhyay parivar news,swadhyay parivar website,swadhyay Parivar Prarthana Priti pdf,swadhyay Parivar books pdf,swadhyay Parivar books online,swadhyay Parivar songs,swadhyay Parivar logo,swadhyay Parivar shlok,swadhyay Parivar program this blog help to find all about swadhyay pariwar

मयूरपंखी सूहास्य!
15/11/2025

मयूरपंखी सूहास्य!

સુવિચાર 📖 સંપત્તિ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે, કારણ કે સંપત્તિનું રક્ષણ તમારે કરવું પડે છે, જયારે જ્ઞાન તમારુ રક્ષણ કરે છે......
09/11/2025

સુવિચાર 📖

સંપત્તિ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે, કારણ કે સંપત્તિનું રક્ષણ તમારે કરવું પડે છે, જયારે જ્ઞાન તમારુ રક્ષણ કરે છે...

જય યોગેશ્વર🙏

28/11/2023

Hello there(Our Divine Brother & Sister)! Let's continue building our community with interesting discussions and engaging posts.

19/10/2022

।। त्वां यजामहे ।।

अपने अंदर बसने वाले ईश्वर के आधार पर मनुष्य में मनुष्यत्व का निर्माण करनेवाले स्वाध्याय परिवार के प्रणेता पूजनीय पांडुरंग शास्त्री आठवले अर्थात् दादाजी को नमन।

पुनश्च भूयोपि नमो नमस्ते |🙏

લોકાર્પણ ઉત્સવ - ૧૧-૧૦-૨૦૨૨, આણંદ, ગુજરાત.આણંદ સ્થિત સરદાર પટેલ રાજમાર્ગ ઉપર પ.પૂ.પાંડુરંગ શાસ્ત્રી આઠવેલ (પૂ.દાદા) ચોકન...
12/10/2022

લોકાર્પણ ઉત્સવ - ૧૧-૧૦-૨૦૨૨, આણંદ, ગુજરાત.

આણંદ સ્થિત સરદાર પટેલ રાજમાર્ગ ઉપર પ.પૂ.પાંડુરંગ શાસ્ત્રી આઠવેલ (પૂ.દાદા) ચોકના લોકાર્પણ શ્રીમતી જયશ્રી આઠવેલ તલવલકર (પૂજ્ય દીદીજી) ના હસ્તે કરવામાં આવ્યું. પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. સાંસદશ્રીની સાથે આણંદ શહેર પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, મહામંત્રી શ્રી સ્વપ્નિલભાઈ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, કરમસદ નગરપાલિકા પ્રમુખ શ્રી નિલેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી સચિનભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સીટીના કુલપતિ શ્રી નિરંજનભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના ઉપપ્રમુખ છાયાબેન ઝાલા તેમજ અન્ય કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
👉www.swadhyay.online

10/08/2022

રક્ષાસૂત્રનો મંત્ર છે -

येन बद्धो बली राजा दानवेन्द्रो महाबल:। तेन त्वामनुबध्नामि रक्षे मा चल मा चल।।

દાનવીર મહાબલી રાજા બલિને જેના દ્વારા બાંધવામાં આવ્યા હતા એનાથી જ હું તને બાંધુ છું. હે રક્ષાસૂત્ર, તું ચલિત ન થા, તું ચલિત ન થા.

રક્ષાસૂત્ર બાંધતી વખતે બ્રાહ્મણ અથવા પુરોહિત પોતાના યજમાનને કહે છે કે જે રક્ષાસૂત્રથી રાજા બલિને બાંધ્યા હતા, એ જ રક્ષાસૂત્રથી હું તમને બાંધુ છું. એ પછી પુરોહિત સૂત્રને ઉદ્દેશીને કહે છે કે સૂત્ર, તું તારા કાર્યથી હટતો નહી, તારા કાર્યમાં સ્થિર રહેજે.

સીધો ભાવાર્થ લઈએ તો લાગે કે આ તો બંધનની વાત કરે છે. બ્રાહ્મણ પોતાના યજમાનને શા માટે અને ક્યા બંધનમાં બાંધી શકે ? રાજા બલિને પાતાળ લોકમાં જ રહેવાનું કહી વિષ્ણુએ એમને રક્ષાસૂત્ર બાંધી આપ્યું હતું. અહી જે બંધનની વાત કરવામાં આવી છે એ બંધન છે ધર્મના માર્ગ પર ચાલવાનું બંધન. બ્રાહ્મણ પોતાના યજમાનને ધર્મમાં પ્રવૃત્ત થવા માટે બાંધી રહ્યા છે. રક્ષાસૂત્રને ઉદ્દેશીને જે કહેવાયું છે એ બહુ સૂચક છે. “ તું ચલિત ન થા. તું ચલિત ન થા. ” તારો જે ધર્મ છે એ ધર્મમાં તું સ્થિર રહેજે.

અહીં સહજ પ્રશ્ન થાય કે એવો તે કેવો ધર્મ હોઈ શકે એ પાતળા એવા દોરાનો?

રક્ષાસૂત્રનો એક અર્થ થાય સિદ્ધાંત અથવા મંત્ર. અહીં જમણો હાથના કાંડા પર બાંધવામાં આવતો દોરો એ એક પ્રતીક તરીકે વપરાયો છે. સૂતરનો પાતળો દોરો કોઇને રક્ષા આપવા અથવા તો ધર્મમાં સ્થિર રાખવા સક્ષમ થાય કઇ રીતે?

રક્ષાસૂત્ર મૂળ પાંચ વસ્તુઓથી બને.
૧. દૂર્વા ( ઘાસ )
૨. અક્ષત ( ચોખા )
૩. કેસર
૪. ચંદન
૫. રાઈ ના દાણા

આ પાંચેય વસ્તુઓને રેશમી કપડામાં વીંટીને બાંધી લીધા પછી એને દોરમાં સીવી લો એટલે રક્ષાસૂત્ર તૈયાર. આ છે વૈદિક રક્ષાસૂત્ર બનાવવાની મૂળભૂત રીત.

દૂર્વા એટલે કે ધાસ. એક જ અંકુર વાવ્યું હોય તો પણ એ જલ્દીથી વિસ્તરીને બધે જ ફેલાઈ જાય. એ જ રીતે રક્ષાસૂત્ર જેને બાંધવામાં આવ્યું હોય એના મનની પવિત્રતા એના સમગ્ર વ્યક્તિત્વમાં પ્રસરી રહે એ ભાવથી રક્ષાસૂત્ર બનાવવમાં દૂર્વાનો ઉપયોગ થાય છે.

અક્ષત – રક્ષાસૂત્ર બાંધવાવાળા પ્રત્યેની શ્રદ્ધા અખંડ રહે. એ ક્યારેય ક્ષત- વિક્ષત ન થાય એ ભાવના.

કેસર – કેસરની પ્રકૃતિ ગરમ અને કાંતિવાન. રક્ષાસૂત્ર બાંધીને જે તે વ્યક્તિના તેજસ્વી હોવાની પ્રાર્થના કરવામાં આવે છે. એ વ્યક્તિના જીવનમાંથી આધ્યાત્મિક તેજ ક્યારેય ઓછું ન થાય.

ચંદન – શીતળ અને સુગંધિત એવું ચંદન રક્ષાસૂત્રમાં પરોવીને બાંધવાનો આશય એ કે એના જીવનમાં ક્યારેય માનસિક તણાવ ન રહે. સાથે સાથે પરોપકાર સદાચાર અને સંયમની સુગંધથી તેનું જીવન હમેશા સુવાસિત રહે.

રાઈના દાણા – ઉષ્ણ પ્રકૃતિ ધરાવતા રાઇના દાણા એવો સંકેત આપે છે કે રક્ષાસુત્ર આપણને સમાજના દુર્વ્યવહાર સામે લડવાની હિમત આપે છે.

નાના એવા દોરામાં પરોવેલી કેવી ઉદાત્ત ભાવના ! નીતિ પૂર્વકનું જીવન સતત વિકાસ તરફ અગ્રેસર રહે , શ્રદ્ધાની ભાવના હંમેશાં અખંડ રહે, અધ્યાત્મનું તેજ સદાય જીવનમાં પ્રકાશ પાથરતું રહે અને સરવાળે વ્યક્તિનું સમગ્ર જીવન શાંતિપૂર્વક પસાર થાય – સૂતરનો પાતળો એવો દોરો વ્યક્તિના આખાય વ્યક્તિત્વને ઉન્નત્તિ તરફ દોરી જઈ શકે ! વિચાર કર્યો છે કયારેય આના વિષે?

રક્ષાબંધન એટલે એક બહેન દ્વારા ભાઇની દીર્ઘાયુ માટે કરવામાં આવતી પ્રાર્થના અને એના બદલામાં ભાઇનો બહેનને આપવામાં આવતો રક્ષણનો વાયદો – દર વર્ષે ઉજવાતા તહેવારનો આ અર્થ થોડો વિસ્તારવાની જરૂર છે, નહિ ?

રક્ષાસૂત્ર કોઈ પણ વ્યક્તિ કોઇ પણ વ્યક્તિને બાંધી શકે છે. જરૂર છે, એ સૂત્ર પાછળ રહેલી સાચી ભાવનાને સમજવાની.

અંજલિ
जनेन विधिना यस्तु रक्षाबंधनमाचरेत |
स सर्वदोष रहित, सुखी संवतसरे भवेत् ||

વિધિપૂર્વક જે પણ વ્યક્તિને રક્ષાબંધનમાં બાંધવામાં આવે છે એ બધા જ પ્રકારના દોષથી મુક્ત રહીને આખું વર્ષ નીરોગી અને સુખી રહે છે.

#રક્ષાબંધન #નાળિયેરીપૂર્ણિમા #બળેવ #રક્ષાસૂત્ર #સ્વાધ્યાયપરિવાર

જે વ્યક્તિ ઈશવિશ્વાસ અને આત્મવિશ્વાસ ખોઈ બેસે છે તેના જીવનમાં નિરાશા આવે છે.(નિરાશાવાદી બનવું એ પણ એક પાપ છે) - પરમ પૂજ્...
10/08/2022

જે વ્યક્તિ ઈશવિશ્વાસ અને આત્મવિશ્વાસ ખોઈ બેસે છે તેના જીવનમાં નિરાશા આવે છે.
(નિરાશાવાદી બનવું એ પણ એક પાપ છે) - પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે.

मिला तव निर्मल संग🦚देखा नहीं कभी माँ सरस्वतीको... पर होंगे तो वे आप ही के जैसे...!!🙏पाया उच्चतम ज्ञान ब्रह्माका... फिर भ...
03/08/2022

मिला तव निर्मल संग🦚

देखा नहीं कभी माँ सरस्वतीको...
पर होंगे तो वे आप ही के जैसे...!!🙏

पाया उच्चतम ज्ञान ब्रह्माका...
फिर भी रहे आप बड़ी नम्रता से...!!🙏

दिलाया सौभाग्य हल्दी - कंकु को...
तो भी खिले आप समर्पितता से...!!🙏

वर्षा मिलन एवम् ताइजी के जन्मदिन की ढेर सारी शुभकामनाएं ।🎉

#निर्मलाताई #स्वाध्यायपरिवार #वर्षामिलन #अन्नपूर्णा

12/07/2022

१२ जूलाई,
पूजनीय दीदीजी के जन्मदिन पर आपको और आपके परिवार को युवादिन, माधववृंद दिन, वृक्षमंदिर दिन की शुभकामनाएं।
Happy Yuva Din, Happy Madhav Vrund Din and Happy Vrukshmandir Din to all🎉

01/07/2022

સ્વાધ્યાય પરિવાર આરતી ગુજરાતી માં : દુઃખ હરતા ભય ત્રાતા.

યોગેશ્વર ભગવાન ની આરતી | Yogeshwar Bhagwan Ni Aarti | Swadhyay Parivar

દુઃખહર્તા ભયત્રાતા , આનંદના દાતા , પ્રભુ !
આવ્યો છું તવ દ્વારે ( ૨ ) કરુણા કરનારા ;
જય યોગેશ્વર ભગવાન !

તું છે પરમ કૃપાળુ , મંગળ કરનારા , પ્રભુ !
ભટકી ભટકી આવ્યો ( ૨ ) શરણે હું તારા ;
જય યોગેશ્વર ભગવાન !

બુદ્ધિમંદ ઘણો છું ( ને વળી ) , શૂન્ય કર્મ મારાં , પ્રભુ !
ભાવતણો હું ભિખારી ( ર ) મા સમ તું દાતા ;
જય યોગેશ્વર ભગવાન !

દોડું વિશ્વમહીં તવ કાજે , શક્તિના દાતા , પ્રભુ !
થાક્યા પ્રાણ વિશે પણ ( ૨ ) ચેતન ભરનારા ;
જય યોગેશ્વર ભગવાન !

વિશ્વે તુજ સંતાનો સઘળાં , ભૂલી ફરે તુજને , પ્રભુ !
ભાવ - ભતિ દે સૌને ( ર ) લાવું તવ ચરણે ;
જય યોગેશ્વર ભગવાન !

વેદ - સ્મૃતિ વિસરાયાં ને , મા સંસ્કૃતિ રડતી , પ્રભુ !
આંસુ લૂછવા કાજે ( ૨ ) બલ દેજે મુજને ;
જય યોગેશ્વર ભગવાન !

નાનો ખૂબ છતાં હું તારો , તવ શક્તિ અભિમાન , પ્રભુ !
એકલ તારા કાજે ( ૨ ) અર્પી દેવા પ્રાણ ;
જય યોગેશ્વર ભગવાન !

સ્વાર્થી વિશ્વ સકલ આ , તું જ સખા સાચો , પ્રભુ !
તવ વિશ્વાસે રમતો ( ૨ ) વિશ્વે ભૂલી ભાન ;
જય યોગેશ્વર ભગવાન !

અદ્વૈતે આનંદ દીસે એ , વેદ ખરે વદતા , પ્રભુ !
દ્વૈતે મિલન મધૂરું ( ૨ ) માણું હું ઘનશ્યામ ;
જય યોગેશ્વર ભગવાન !

Address

Hira Mandir
Mandir
395006

Alerts

Be the first to know and let us send you an email when Swadhyay Parivar-We Love Pandurang Shastri Athavale posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Swadhyay Parivar-We Love Pandurang Shastri Athavale:

Share

Category