26/02/2025
મહાશિવરાત્રિ એટલે સદાશિવ ભોળાનાથ આશુતોષ મહાદેવને સમર્પિત પર્વ... શિવરાત્રિ એટલે શિવમાં લીન, તલ્લીન બની જવાનું અનોખું પર્વ... શિવરાત્રિ એટલે જીવના બંધનમાંથી છૂટીને શિવ તત્વ તરફ પ્રયાણ કરવાનું પર્વ... શિવરાત્રિ એટલે ભક્ત ભોગ અને ધતુરો નહીં પરંતુ ભોગમાંથી નિવૃત્ત થઈ સંસારની સાહજીકતાને સ્વીકારવાનું પર્વ...
આપણા શાસ્ત્રોમાં ત્રણ મહાન રાત્રિઓનો ઉલ્લેખ જોવા મળે છે
*કાળરાત્રિ એટલે કે કાળી ચૌદશ*
*મોહરાત્રિ એટલે કે જન્માષ્ટમી*
*મહારાત્રિ એટલે કે શિવરાત્રિ*
કહેવાય છે કે શિવરાત્રિ ના દિવસે દ્વાપર યુગ ની શરુઆત થઈ હતી. વળી એમ પણ કહેવાય છે કે સૌ પ્રથમ જ્યોતિર્લિંગ પણ આ જ દિવસે પ્રગટ થયું હતું. કેટલાક મત અનુસાર આ દિવસે શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા તો ક્યાંક એવો પણ ઉલ્લેખ જોવા મળે છે કે આ જ દિવસે ભગવાન આશુતોષે કાલકૂટ વિષનું પાન કર્યું હતું અને નીલકંઠ બન્યા હતા. પરંતુ ખરા અર્થમાં જોઈએ તો માનવને શિવ એટલે કલ્યાણકારી બનવાની પ્રેરણા આપતું આ પર્વ છે. શુભ ચિંતન અને સકારાત્મક ભાવથી આ વ્રતનું પાલન કરવામાં આવે તો મનુષ્ય એક જ રાત્રીમાં શિવતત્વને પામી શકે છે.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻