28/08/2024
પવિત્ર શ્રાવણ માસની વદ અગિયારસના દિવસે શ્રી વૈજનાથ દાદાનો વરઘોડો (પાલખી યાત્રા) વરસોથી સરખેજગામના વિવિધ મંદિરોમાં પધારે છે. ત્યારબાદ ખારાકુવાથી શ્રી સોમનાથ દાદાની પાલખી આ યાત્રામાં સાથે જોડાઈ જાય છે. ગામના બધા મંદિરોની યાત્રા સમાપ્ત કરીને છેલ્લે આ બંને દાદાની પાલખીઓ રામનાથ મહાદેવમાં પધારે છે જયાં ભકતજનો ઉત્સાહપુર્વક ત્રણેય દાદાઓનું વરસમા એક વાર થતુ અભુતપુર્વ મિલન નિહાળી ધન્યતા અનુભવે છે. અતે આ મિલન અને યાત્રા ની પુર્ણાહુતી સ્વરૂપ સૌ ભકતજનો સાથે મળી આનંદભેર મહિમ્ન સ્તોત્ર તથા શિવજી શહેરીયા ના પ્રાચીન ગરબાનું પઠન કરી આનંદની અનુભુતી કરે છે….જય મહાદેવ 🙏
પરમકૃપાળુ શ્રી રામનાથ મહાદેવ, શ્રી વૈજનાથ મહાદેવ, શ્રી સોમનાથ મહાદેવ અને શ્રી કોટેશ્વર મહાદેવના ચરણોમાં વંદન સાથે વિનંતી કે અમારા ગામના વડિલોએ અને વડવાઓએ સિંચેલો આ ધર્મ સંસ્કાર રૂપી વારસો આમ જ જળવાયેલો રહે તેવા આશિર્વાદ અમને સૌ ભકતજનોને આપજો..જય મહાદેવ 🙏